પ્રકરણ- સત્યાવીસમું/૨૭ઉખડેલા શ્વાસ અને અશ્રુ સ્થિર કરી.. વૃંદાએ કોલ ઉઠાવ્યો..એટલે ઠપકાથી સંવાદની શરૂઆત કરતાં શશાંક સંઘવી બોલ્યા....‘અરે, દીકરા ત્રણ દિવસથી હું સુપ્રીમ કોર્ટના અંતરિમ ચુકાદાની માફક હું તારા કોલની વેઇટ કરું છું, અને તારો એક મેસેજ પણ નથી.. એ મિલિન્દ છે કોણ ? કે જેના પ્રેમમાં તલ્લીન થઇ પિતાને ભૂલી ગઈ ? લગ્ન પહેલાં આ હાલત છે તો લગ્ન પછી શું થશે હેં ? મારો કેસ નબળો પડે એ પહેલાં મિલિન્દને જ અરજી કરવી પડે કે શું ? વ્હાલની વહેંચણીના સમયે સ્મરણસૂચીમાં સ્વજનનું નામ લખતાં ભુલાઈ જાય એવી ભૂલ થાય ? આમાં વાંક મિલિન્દનો છે, એટલે મિલિન્દને જ પૂછીશ કે,