પ્રકરણ-એકવીસમું/૨૧‘જીજી..જી હું મિલિન્દ માધવાણીની પત્ની બોલું છું.’ચુમાળીસ હજાર વોટ વીજળીના આંચકા જેવું આ એક વાક્ય સાંભળતા જ...મહત્તમ જળ સપાટીની મર્યાદા પાર કર્યા પછી વિશાળ અને અતળ જળાશય તેની પ્રવાહના શક્તિ પ્રદર્શન પર આવી જતાં, જયારે મજબુત કિલ્લા જેવા બાંધની દીવાલો પણ તેના પ્રચંડ પૂર પ્રવાહની તાકાતને રોકવામાં અસમર્થ થઇ જાય પછી જે કલ્પના બહારની તારાજી સર્જાય... બસ એવી જ વસ્તુસ્થિતિનું નિર્માણ વૃંદાની આસપાસ આકાર લઇ રહ્યું હતું. ખુદનું બાઘા જેવું પ્રતિબિંબ આઇનામાં જોતાં.... શરૂઆત થઇ સ્વ સાથેના સંવાદની ‘મિલિન્દ માધવાણીની પત્ની ?’ ના... ના.. આઆ..આ મિલિન્દયો મજાકના મૂડમાં છે. મેં ગુસ્સો કર્યો એટલે, હું ગુસ્સાને ગળી જાઉં એ માટે સાલાએ આ તરકીબ