એક ચુટકી સિંદૂર કી કિંમત - 18

(45)
  • 3.6k
  • 1
  • 1.6k

પ્રકરણ- અઢારમું/૧૮શશાંકના અનપેક્ષિત પ્રશ્નાર્થથી સ્હેજ પણ અચંબિત કે વિચલિત થયાં વગર વૃંદાએ શાંત ચિતે સહજતાથી જવાબ આપ્યો...‘યસ.. પાપા.’ આટલું સાંભળતા....નમ આંખો અને ગળગળા સ્વરમાં શશાંક માત્ર એટલું બોલી શકયા,‘આટલી મોટી થઇ ગઈ મારી દીકરી...? હજુ તો ધરાઈને વ્હાલભરીને જોઉં ત્યાં વિદાયવેળાનો વખત આવી ગયો ? આટલો જલ્દી ? વૃંદાને શશાંકના શબ્દોના કંપનમાં એક બાપની ભારોભાર ભાવવશતાની વેદના સાથે તેના કર્મોને આધીન થઈને વૃંદાના જ્ન્માધિકાર જેવા વાત્સલ્યથી વંચિત રાખ્યાંના વસવસાના સૂર સંભળાતા હતાં.છતાં... વૃંદા બોલી. ‘સોરી પપ્પા, તમે અને મમ્મી બન્ને, તમારાં અહંમની આડમાં સમયચક્રના બે પૈડા બની, આંખો બંધ કરી, એકબીજાની વિરુધ્ધ દિશામાં ફરતાં રહ્યાં અને હું, ચુપચાપ પીસાતી રહી એ બે પૈડાની