પ્રકરણ-સોળમું/૧૬કડવી પણ નગ્નસત્ય, દીવા જેવી સ્પષ્ટ અને પત્થરની લકીર જેવી કેશવની વાતને મિલિન્દે મનોમન સમર્થન આપ્યાં પછી બન્ને છુટા પડ્યા. ઘરે પહોંચતા પહેલાં જશવંત અંકલ સાથે પણ વિસ્તારથી વાત શેર કરી પણ, તેના સંદર્ભમાં જશવંતલાલે આશ્વાસન આપતાં એક જ વાત કહી, ‘જો ભાઈ, આ તો હાથીની સુંઢમાંથી શેરડીનો સાંઠો ઝૂંટવવાની વાત છે એટલે...જો બીત ગઈ સો બાત ગઈ એમ સમજીને દિમાગને બીજી દિશા તરફ લઇ જા.’ મિલિન્દને થયું કે જો અનુભવી જશવંત અંકલે હાથ ઊંચાં કરી દીધા તેનો મતલબ હવે આ પળોજણ પર પૂર્ણવિરામ મૂક્યાં સિવાય કોઈ આરો નથી. બીજા દિવસે મિલિન્દનો બર્થ ડે હતો. પણ આ બનાવથી સૌના મનમાં રંજના ગજનું