પ્રકરણ-ચૌદમું/૧૪નેક્સ્ટ ડે..ગઈકાલે રાત્રે મિલિન્દે કોલ પર ૭:૩૦ નો સમય આપ્યો હતો પણ વૃંદા પંદર મિનીટ પહેલાં જ આવી મિલિન્દની ઓફિસના બિલ્ડીંગની સામેના પાર્કિગમાં કાર પાર્ક કરી મિલિન્દના કોલની પ્રતિક્ષા કરતી હતી.‘ક્યાં છો ?’ ઠીક ૭:૩૫ વાગ્યે મિલિન્દનો કોલ આવતાં પૂછ્યું.‘બસ, તારી નજર સામે જ. આમ જો સામે પાર્કિંગમાં.’ એમ કહી કારમાંથી વૃંદાએ રોડની સામે છેડે ઊભેલાં મિલિન્દ તરફ તેનો હાથ ઊંચો કરી હવામાં હલાવતા સંકેત આપ્યો.કેરફુલી મિલિન્દ રોડ ક્રોસ કર્યા પછી આવી કારમાં બેસતાં પૂછ્યું,‘તું કયારે આવી ?‘જસ્ટ બીફોર ફિફ્ટીન મિનીટ્સ, તને કશે જવાની ઉતાવળ તો નથી ને ? વૃંદાએ પૂછ્યું.‘ખાસ તો નહીં પણ, દસ વાગ્યા સુધીમાં ઘરે પહોંચવાની ગણતરી