એક ચુટકી સિંદૂર કી કિંમત - 13

(44)
  • 3.9k
  • 1
  • 1.5k

પ્રકરણ-તેરમું/૧૩આજની મધુર મુલાકાત પછી વૃંદાનું મિલિન્દ માટે લાલચુ અને લુચ્ચું બની ગયેલું મન તેના કહ્યામાં નહતું. હવે મિલિન્દ વૃંદાની સોચ અને સ્મરણની પ્રાથમિકતા બની ગયો હતો... બેડ પર સૂતા સૂતા ઈયર ફોન પર સોંગ પ્લે કરીને ધીમે ધીમે સ્વપ્ન સરિતામાં સરી ગઈ....‘ક્યોં નયે લગ રહે હૈ યે ધરતી ગગન... મૈને પૂછા તો બોલી યે પગલી પવન.. પ્યાર હુઆ ચુપકે સે, યે ક્યા હુઆ ચુપકે સે..’પણ, મિલિન્દને ઊંડે ઊંડે એવો આભાસ થયો કે, તેના ધીમી ગતિના ધબકારા બન્નેની સંગતિની નિકટતાનું નહીંવત અંતર અને ભવિષ્યના સંભવિત ગાઢ અને ગૂઢ અનુરાગ તરફ અંગુલીનિર્દેશ કરીને વ્હાલના વારસદાર બનતાં તલવારની ધાર પર સ્નેહાકર્ષણને સંતુલિત કરવાનો સંકેત