સાત ફેરાનો સોદો - ૫

  • 3.7k
  • 948

"રિધિમા હતી મતલબ?તે જોઈ એને?"આશિષ ગૂંચવાયો."અમમમ હા..કદાચ... મનન, યાદ છે એ દિવસે મે કહેલુ કે કોઇનો અવાજ મે સાંભળ્યો."-હું મનન તરફ ફર્યો."કયારે?"-મનન આશિષ કરતા પણ વધારે ગૂંચવાયેલો હતો."અરે પેલુ સુસુ વાળુ યાર.મોન્ટુ વાળુ."-મે ટચલી આંગળીથી સુસુનો ઈશારો કર્યો.એ બંનેના મુંઝાયેલા ચહેરાએ મને મુંઝવી નાંખ્યો અને જયારે જયારે હું મુંઝાઉ ત્યારે મારી વાત રજુ કરવામાં ભયંકર રીતે ધબડકો કરતો.મોન્ટુની કપાળની કરચલી ઓછી થઈ. શાયદ તેને વાત સમજાવા માંડી હતી જયારે આશિષનો ચહેરો જોઈને લાગતુ કે કોઈ આર્ટસના વિધ્યાર્થીને ફિઝિક્સ ના કલાસમાં બેસાડી દીધો હોય."યાર એ રાત્રે ગયેલા આપણે ટાઈગર પાસે.જયુસ લેવા જયુસ."-મારો અંગુઠો મારી વાત પૂર્ણતઃ રીતે સમજાવવામાં સફળ થયો."બે એમ