એક ચુટકી સિંદૂર કી કિંમત - 10

(42)
  • 4.2k
  • 2
  • 1.5k

પ્રકરણ-દશમું/૧૦ બીજા દિવસની સવારે...બેઠકરૂમમાં મૂકેલાં બેડને અડીને ગોઠવેલી આરામ ખુરશીમાં ટેશથી લંબાવી,ચાની ચુસ્કીઓ સાથે તેમની આગવી સ્વભાવગત વાંચન શૈલીની તન્મયતાથી માથું ઊંધું ઘાલીને કનકરાય સમાચારપત્ર વાંચવામાં મશગૂલ હતાં. વાસંતીબેને કિચનમાં નાસ્તો બનવતાં બનાવતાં બેઠકરૂમની દીવાલ ઘડિયાળ પર નજર કરીને જોયું તો સમય થયો હતો સવારના ૭:૨૦. એટલે ઘરના મુખ્ય દરવાજાની બહાર ઓસરીમાં સાફ સફાઈ કરતી મિતાલીને સ્હેજ ઊંચાં અવાજમાં કહ્યું.‘દીકરા, ભયલુને ઉઠાડ. ઓફિસે જવાનું મોડું થશે તો દોડાદોડ કરી મુકશે સવારના પ્હોરમાં.’બેઠકરૂમમાં દીવાલને અડીને તેની પથારીમાં ચાદરથી માથું ઢાંકીને સૂતેલાં મિલિન્દ પાસે જઈ, હળવેકથી તેના પગના તળિયા પર આંગળીઓ ફેરવી ગલગલીયાં કરવાની ચેષ્ઠા કરતાં, મિલિન્દ ટુંટીયું વાળતાં બોલ્યો..‘એય.. બિલાડી..સવાર સવારમાં તારા નખરાં