એક ચુટકી સિંદૂર કી કિંમત - 9

(36)
  • 3.7k
  • 2
  • 1.6k

પ્રકરણ-નવમું/૯‘પ્લીઝ, જસ્ટ એ મિનીટ.’ એમ કહી મિલિન્દ મિતાલીનો કોલ રિસિવ કરતાં બોલ્યો.‘હેલ્લો.’ ‘અરે...ભઈલા ક્યાં છે તું ? મમ્મી ક્યારની તારી ચિંતા કરે છે. ટાઈમ તો જો.અને ફોન આપું છું મમ્મીને,વાત કર.’ એમ કહી મિતાલીએ સેલ આપતાં વાસંતીબેન બોલ્યા,‘મીલું, ક્યાં રહી ગયો દીકરા ? કેમ આજે આટલું મોડું ? કંઈ તકલીફ તો નથી ને ?’‘અરે મમ્મી, કંઇક જ પ્રોબ્લમ નથી. એક મિત્ર સાથે વાતોમાં વળગ્યો છું. બસ આવ્યો કલાકમાં.’ મિલિન્દે જવાબ આપ્યો. ‘અરે ભાઈ એવો તે કયો મિત્ર અને કેવી વાતો છે કે, અમને પણ ભૂલી ગયો ? હસતાં હસતાં વાસંતીબેને પૂછ્યું.‘એ ઘરે આવીને કહું. પણ તું જમી લે જે. પ્લીઝ.’ ‘ના, તું આવ પછી સાથે