પ્રકરણ-આઠમું/૮મિલિન્દનો હાથ ઝાલી હુંફાળા સ્પર્શ સાથે સાંત્વનાના શબ્દ સથવારે વૃંદા બોલી,‘આ તારી સર્વશ્રેષ્ઠ સ્વરાંકન વિહીન બંદિશને જ બહાર લાવવાં જ મને આ સમય જોઈતો હતો. કોણ કહે છે કે, તું જીવંત નથી ? તારા આદર્શથી તારું જીવન સંગીતમય છે, પણ મ્યુટ છે. મિલિન્દ આપણે સૌ ઈશ્વરના એક જાયન્ટ મેરી ગો રાઉન્ડમાં પોતપોતાની બેઠક પર બેઠાં છીએ. અને સમયનું ઘટનાચક્ર જેમ જેમ ફરતું જાય એમ સ્થાન અને પરિસ્થિતિનું પરિવર્તન થતું રહે. તું બહુ જલ્દી નિરાશ થઇ જાય છે. મનોવ્યથાને મેગ્નીફ્લાય ગ્લાસથી જોવાની તને આદત પડી ગઈ છે, કારણ વગર કણને મણ કરી નાખે છે. અને પછી કહે છે, પણ.. પણ..પણ. જો