એક ચુટકી સિંદૂર કી કિંમત - 6

(39)
  • 4k
  • 2
  • 1.6k

પ્રકરણ-છ્ત્ઠું/૬‘હેં.. શું વાત કરે છે ? એવું તે વળી શું થવાં જઈ રહ્યું છે ? શું કર્યું ગોવિંદે ? અકળાઈને મિલિન્દે પૂછ્યું.‘હજુ સુધી તો કર્યું નથી પણ, મને જાણકારી છે ત્યાં સુધી ટૂંક સમયમાં કંઈ ધડાકો ન કરે તો જ સારું.’ આગામી દિવસોની ગંભીરતાનો અંદેશો આપતાં કેશવ બોલ્યો. ‘કેવી જાણકારી ? આતુરતાથી મિલિન્દે પૂછ્યું.‘ગોવિંદ ટપોરી લોકો સાથે ભળીને નાની મોટી ભાઈગીરી કરતો ત્યાં સુધી તો ઠીક છે, પણ મને એક વીક પહેલાં એવાં કન્ફર્મ ન્યુઝ મળ્યા છે કે, કોઈ મોટી લાલચના રવાડે ચડીને તેની ટોળકી કોઈ દિલ્હીની ગેંગ સાથે મળીને ડુપ્લીકેટ કરન્સીની હેરાફેરીનો પ્લાન ઘડી રહી છે. અને ત્યાં સુધીના મેસેજ છે