એક ચુટકી સિંદૂર કી કિંમત - 5

(41)
  • 4.1k
  • 3
  • 1.8k

પ્રકરણ-પાંચમું/૫એક દિવસ રવિવારની સવારે નવ વાગ્યાની આસપાસ તૈયાર થઈ મિલિન્દ ફ્લેટની બહાર નીકળી કમ્પાઉન્ડમાં આવ્યો, ત્યાં સોસાયટીના ગેઇટ પાસે જ કેશવ તેની કારના ફ્રન્ટ ગ્લાસને સાફ કરી રહ્યો હતો. કેશવની નજર મિલિન્દ પર પડતાં જ બૂમ પાડી...‘ઓયે.. ચલ આવી જા. આજે તારી બોણીથી સન્ડેની શુભ શરૂઆત કરીએ.’‘અરે યાર શું કામ ફોગટમાં ડીઝલનો ધુમાડો કરે છે. ? હું જતો રહીશ ટ્રેઈનમાં.’ નજીક આવતાં મિલિન્દે જવાબ આપ્યો.‘અરે... તું મને ચા નહીં પીવડાવે ? તો ફોગટનો ધુમાડો શાનો ? ચલ આવ બેસ કારમાં.’ હસતાં હસતાં કેશવ બોલ્યો. કેશવ, કેશવ કાપડીયા. ત્રીસ વર્ષીય અપરણિત કેશવ મૂળ ગુજરાતનો વતની પણ ફિલ્મીજગતની ચકાચૌંધથી અંજાઈને હીરો બનવાની લાયમાં ભરાઈ પડ્યો મુંબઈમાં.