પ્રકરણ- ત્રીજું/૩એ પછી...અધૂરું અનુસંધાન વૃંદા અને મિલિન્દ બન્નેને સંબંધ સેતુની ખૂટતી કડી જેવું લાગ્યું. ખાસ કરી વૃંદાને. વૃંદાને ખુશી એ વાતની હતી કે, મકરંદ સર થકી તેના ચહીતા સંગીત રસિક મિત્રના પરિચયમાં આવવાનો અવસર મળ્યો હતો. વૃંદાનું માનવું હતું કે જેમ કોઈ અંધ અને અભણ બન્ને સરખા તેમ સંગીતથી અજાણ અને અજ્ઞાન વ્યક્તિ માનવ સહજસંબંધના પાયાના મુલ્યોથી વંચિત હોય. કોઈપણ સંગીતજ્ઞ માટે વૃંદાને સાહજિક રીતે આદર અને માન ઉપજતું. નેક્સ્ટ ડે..વૃંદા અને મિલિન્દ વચ્ચેના ટેલીફોનીક વાર્તાલાપ દરમિયાન નિર્ધારિત થયેલાં સમયાનુસાર બન્ને આવી પહોચ્યાં સંગીત વિદ્યાલય. મલ્ટીકલર પ્રિન્ટેડ વ્હાઈટ કોટન કુર્તીમાં વૃંદા સિમ્પલ અને સોબર લાગતી હતી. અને ડાર્ક બ્લ્યુ કલરના જીન્સ