જિંદગીનો સંઘર્ષ - ભાગ 1

  • 2.4k
  • 870

જિંદગીના સફરમાં જ્યારે એવી વ્યક્તિ આપણા જીવનમાં આવે કે તેનાથી આપણું જીવન સાચા અર્થમાં સાર્થક થયું હોય, ત્યારે જે હાશકારો થાય, તેની અનુભૂતિ અલગ જ હોય છે.આજે આ હાશકારો ધૂલી અનુભવતી હતી.જીન્સ અને ટી-શર્ટમાં ધૂલી ખૂબ સુંદર દેખાતી હતી.પોતાનું બેગ લઇ નાનકડાં લોખંડના દરવાજાને ખોલી બહાર જતી હતી. " મમ્મી હું નીકળું છું કૉલેજ માટે ." ધૂલીએ તેની મમ્મીને બુમ પાડીને કહ્યું. " હા " સામેથી પ્રતિભાવ આવ્યો. ચાલતે ચાલતે જ તે કોઈકને ફોન કરી રહી હતી. રિંગ વાગી તો તરત હૃદયમાં ધક-ધક થયું.તે અલગ જ ખુશી અનુભવતી, છકડા સ