અહંકાર – 27 લેખક – મેર મેહુલ મોહનલાલ નગરમાં કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો હોય એવું દ્રશ્ય સર્જાયું હતું. હાર્દિકનાં મુખ્ય હત્યારાને શોધવામાં પોલીસ સફળ થઈ છે એવું જયપાલસિંહે જાહેર કરી દીધું હતું. હાલ રૂમમાં એક સોફા પર રાવત અને રણજિત બેઠા હતાં. તેઓની બાજુમાં તેનો કાફલો ઉભો હતો. દિપક પણ રણજીતનાં સોફાની બાજુમાં ઊભો હતો. ઇન્કવાઇરી રૂમમાંથી ટેબલો હટાવી દેવામાં આવ્યા હતા, ટેબલની જગ્યાએ ખુરશીઓ રાખી દેવામાં આવી હતી જ્યાં પાંચ સસ્પેક્ટ, કેતન માંકડ અને ત્રણ અપરાધી બેઠા હતાં. છઠ્ઠો સસ્પેક્ટ જનક પાઠક હાલ દરવાજા પર ઊભો હતો. તેની પાછળ કૉન્સ્ટબલ અનિલ અને ભૂમિકા ચહેરા પર મોટી