અહંકાર - 26

(98)
  • 5.9k
  • 5
  • 2.9k

અહંકાર – 26 લેખક – મેર મેહુલ બક્ષીની ઑફિસેથી નીકળીને અનિલે સાંજ સુધી જીપ દોડાવી હતી. સાંજ સુધીમાં નેહા ધનવર, ખુશ્બુ ગહરવાલ અને જનક પાઠકની બધી જ માહિતી મળી ગઈ હતી. નેહાની સહેલીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર હાર્દિક એકવાર નેહાને તેના બોયફ્રેન્ડ સાથે જોઈ ગયો હતો, ત્યારબાદ હાર્દિકે નેહાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. એ સમય દરમિયાન નેહાએ હાર્દિકનું મોઢું બંધ કરવા માટે હાર્દિકને દસ હજાર રૂપિયા અને એક રાતનો સમય આપેલો. ત્યારબાદ પણ હાર્દિક નેહાને અવારનવાર પોતાનાં રૂમે લઈ જતો. આખરે નેહાએ બધી વાતો પોતાની સાહેલીઓને કરેલી. નેહાએ આ વાતો સ્ટેટમેન્ટમાં નહોતી કહી. ખુશ્બુ સાથે પણ આવો