અહંકાર - 21

(79)
  • 5.2k
  • 3
  • 2.8k

અહંકાર – 21 લેખક – મેર મેહુલ “એક મિનિટ સર…તમે ગલત નથી…” કહેતા અનિલે સ્લેબનાં ખૂણામાં રહેલા હાર્દબોર્ડનાં ખોખા તરફ આંગળી ચીંધી. જયપાલસિંહે ત્યાં નજર ફેરવી એટલે તેની આંખો ચમકી ગઈ. હાર્ડબોર્ડનાં ખૂણે ખોખા માંથી લાકડાનો એક હાથો બહાર દેખાતો હતો. “નીચેથી ખુરશી લઈ આવ….” જયપાલસિંહનાં શબ્દોમાં ઉમંગ હતો, અનુમાન સાચું પડવાની ખુશી હતી. અનિલ ફટાફટ નીચેથી ખુરશી લઈ આવ્યો અને ખૂણામાં રાખી. જયપાલસિંહ ગજવામાંથી હાથરૂમલ કાઢ્યો અને ખુરશી પર ચડીને લાકડાનાં હાથા પર રૂમાલ રાખીને પકડ મજબૂત કરી. ત્યારબાદ એ લાકડાનાં હાથાને બહાર તરફ ખેંચ્યો. હાથાને બહાર ખેંચતા બંનેને માલુમ પડ્યું કે એ લાકડાનો હથિયાર નહોતો. અડધી વેંતના હાથા