આરોહ અવરોહ - 48

(119)
  • 6k
  • 3
  • 3.7k

પ્રકરણ - ૪૮ થોડી જ મિનિટોમાં તો જાણે એ કોઠો ગોળીઓના નાદથી ગાજી ઉઠ્યો. ચોમેર એનાં અવાજો પડઘાઈ રહ્યાં છે. ત્યાં જ છુપાવેશે આજુબાજુ રહેલા કર્તવ્ય સહિત સ્નેહલ ભાઈ અને વંદનભાઈ આવી ગયાં છે. બધાં આજુબાજુ ઘેરાઈને ઉભાં છે. કર્તવ્ય ઉત્સવને પકડીને બોલ્યો, " ઉત્સવ, ભાઈ આમ ભાનમાં આવ જરા. આ તું શું કરી રહ્યો હતો. સારું થયું અમે આવી ગયાં સમયસર નહીંતર આજે અર્થનો અનર્થ થઈ જાત." સામે ઊભેલાં દિલીપભાઈ તો સ્તબ્ધ બનીને ઉત્સવને જોઈ જ રહ્યાં. એ કંઈ પણ બોલી જ ન શક્યાં. એમને જોતાં એવું લાગી રહ્યું છે કે કદાચ આ બધું એમની ધારણા બહાર એકદમ જ