પ્રકરણ - ૪૨ અંતરા પોતાનાં મનને મક્કમ કરતાં બોલી, " જમાનાની શું વાત કરું કે દુનિયાનો શું વિશ્વાસ કરું? એ મારાં સગાંઓ બાપે મારાં પર જબરદસ્તી કરી દીધી. હું કંઈ કરી ન શકી." કહેતાં જ એની આંખો મીચાઈ ગઈ. એનું હૈયું ભરાઈ આવ્યું. કર્તવ્યને થયું કે કદાચ અંતરાના પિતાએ કોઈ દ્વારા કે પછી એની મમ્મીની જેમ એને પણ કામ કરવા માટે મજબૂર કરી દીધી હશે પણ આ તો એનાં સગા પિતાએ દીકરી પર જબરદસ્તી કરી હશે એવું વિચારવું પણ કદાચ કર્તવ્યના માનસપટની બહાર હતું. એને પોતાને પરસેવો વળી ગયો. એક સગો બાપ આવું કરે તો એને ભાઈ જેવાં સંબંધ પર