ધૂપ-છાઁવ - 16

(33)
  • 5.2k
  • 3
  • 3.9k

આપણે પ્રકરણ-15 માં જોયું કે, અપેક્ષાને આજે પોતે મિથિલ સાથે લગ્ન કર્યા તે જિંદગીની બહુ મોટી ભૂલ કરી છે તે વાત સમજાઈ રહી હતી અને પોતાની માં લક્ષ્મીના એકે એક શબ્દો તેને યાદ આવી રહ્યા હતાં પણ હવે જે બનવાનું હતું તે બની ચૂક્યું હતું તેથી હવે તેને આ બધુંજ સહન કર્યા સિવાય છૂટકો પણ ન હતો..!! હવે તે મિથિલ પાસે પાછી જવા માંગતી ન હતી કારણ કે તેનાથી મિથિલનો માર હવે સહન થતો ન હતો તેથી તેણે પોતાની માં લક્ષ્મી સાથે લક્ષ્મીના ઘરે જ રહેવાનું નક્કી કર્યું અને મિથિલથી હંમેશ માટે છૂટકારો મેળવવા માટે મિથિલ પાસે ડાયવોર્સ માંગી લીધાં.