ધૂપ-છાઁવ - 15

(35)
  • 5.3k
  • 2
  • 4k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, અપેક્ષાના મિથિલ સાથે કોર્ટમાં લગ્ન કરવામાં આવ્યા. અપેક્ષાની ખુશીનો કોઈ પાર ન હતો કારણ કે તેણે સાચા હ્રદયથી મિથિલને ચાહ્યો હતો અને તેને મિથિલ સાથે જ લગ્ન કરવા હતાં અને એક સુંદર અને નવા જીવનની શરૂઆત કરવી હતી. લગ્ન કર્યા બાદ મિથિલ અપેક્ષાને લઈને પોતાના ઘરે ગયો પરંતુ મિથિલના પપ્પાએ અપેક્ષાનો દિકરાની વહુ તરીકે સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો અને તેને તેમજ અપેક્ષાને ઘરમાંથી કાઢી મૂક્યા. હવે ક્યાં જવું તે મિથિલ અને અપેક્ષા માટે એક પ્રશ્ન હતો..?? અપેક્ષાએ પોતાની મમ્મીના ઘરે જવાનું નક્કી કર્યું. મિથિલે તેમ કરવાનો સાફ ઇન્કાર કર્યો પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો