આપણે પ્રકરણ 13માં જોયું કે, મિથિલ ધમકી આપીને, અપેક્ષાને ત્યાં જ ? રડતી છોડીને ચાલ્યો ગયો. હવે શું કરવું..?? અને ક્યાં જવું..?? તે અપેક્ષા માટે એક પ્રશ્ન હતો. પોતે મમ્મીને પણ અબોર્શન કરાવવા માટે "ના" પાડીને આવી હતી અને મમ્મીને સમજાવીને કહીને આવી હતી કે, " હું મિથિલને પ્રેમ કરું છું તેમ મિથિલ પણ મને ખરા હ્રદયથી ચાહે છે, હું તેને પ્રેમથી સમજાવીશ એટલે તે માની જશે અને પછી અમે બંને લગ્ન કરી લઈશું. " હવે તે વિચારી રહી હતી કે, હું હવે કોઈને મોં બતાવવાને લાયક રહી નથી. તેથી હવે સ્યૂસાઈડ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો