શ્રાપિત ખજાનો - 36 - અંતિમ પ્રકરણ

(72)
  • 8.7k
  • 2
  • 3.4k

પ્રકરણ - 36 "નો...." રેશ્માના મોઢામાંથી રાડ નીકળી ગઇ. દિવાલ માંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે એમનો બહાર નીળવાનો આખરી રસ્તો બંધ કરી દીધો હતો. રેશ્મા વિક્રમને ભેટીને રડવા લાગી. વિક્રમ પણ ભાવુક થઇ ગયો હતો. એક તો રાજીવ મરી ગયો અને હવે એમનો બહાર નીકળવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો. વિજય પણ દુઃખી થઇ ગયો હતો. એ અહીંયા મરવા માંગતો ન હતો. "આ બધું તારી લીધે થયું છે વિક્રમ." વિજયે ગુસ્સામાં કહ્યું. "આપણે અહીંયા પાછા આવવાની જરૂર જ ન હતી. દુનિયાને આ અર્ધજીવીઓથી બચાવવાના ચક્કરમાં આપણે જ અહીંયા ફસાઇ ગયા." "આઇ એમ સોરી." વિક્રમે ધીમાં