પંચાણું “કોણ છો?” પ્રમોદરાય વર્ષો પછી પોતાની સમક્ષ પરંતુ થોડે દૂર ઉભેલા પોતાના પુત્રને ઓળખી ન શક્યા. “ભાઈ આવ્યા છે પપ્પા...આપણા શ્યામલભાઈ.” સુંદરીએ પ્રમોદરાયની તકલીફ દૂર કરી. “શું?” આટલું કહીને પ્રમોદરાય પોતાના સ્થાન પર જ સ્થિર થઇ ગયા. “હા પપ્પા, તમને મળવા આવ્યા છે. આપણી સાથે જ રહેવા આવ્યા છે. એ અંદર આવેને?” સુંદરી ઝડપથી ચાલીને પ્રમોદરાય પાસે જઈને ઉભી રહી ગઈ અને એમનો હાથ પકડી લીધો. “ઘરેથી તો એની મરજીથી જતો રહ્યો હતો, હવે પાછો આવવા મારી મંજુરી માંગશે એ નપાવટ?” પ્રમોદરાયના સૂરમાં ગુસ્સો નહીં પરંતુ ફરિયાદ હતી, એમની આંખોના ખૂણા ભીના હતા. “પપ્પા... મને માફ કરશોને?” શ્યામલ