પતિ પત્ની અને પ્રેત - ૨૮

(84)
  • 6.4k
  • 4
  • 3.1k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮ચિલ્વા ભગતે રિલોકને જામગીરકાકાના ઘરનો રસ્તો બતાવી દીધા પછી રેતાની ચિંતા થઇ. રેતાને જયના પાસે જવા દઇને મોટું જોખમ લીધું હતું. હવે એ સિવાય કોઇ માર્ગ પણ ન હતો. રેતાએ જયનાનો સામનો કરવાનો જ હતો. એ પતિવ્રતા સ્ત્રી છે. પ્રેતની ચુંગાલમાંથી એના પતિને પાછા લાવવા એણે જ પોતાની સ્ત્રીશક્તિ વાપરવાની હતી. જયનાને વિશ્વાસથી મોકલી હતી. હજુ સુધી તે પાછી ફરી ન હતી. ચિલ્વા ભગતને અમંગળ કલ્પનાઓ થવા લાગી હતી. રિલોકને જામગીરકાકાના ઘરનો રસ્તો બતાવ્યા પછી એકદમ વિચાર આવ્યો અને કહ્યું:"ભાઇ, એક મિનિટ ઊભો રહે હું પણ આવું છું...અને તારાથી એક વાત છુપાવી હતી તે કહી