એ કોણ હતાં? - 2

  • 2.6k
  • 1.2k

જ્યંતભાઈ, ઇન્દુબેન અને કામિની સિવાયના પરિવારના તમામ સભ્યોને ટ્રેન મળી ગઈ હતી. હવે જ્યંતભાઈ પાસે વધુ વિકલ્પો હતાં નહીં. ક્યાં તો સ્ટેશન પર ઉભા રહીને બીજી ટ્રેનની રાહ જોવી રહી અથવા તો બિસ્તરા પોટલાં લઈને પાછા ઘેર ભેગાં થવું. પણ ઉત્સાહ સાથે ગોઠવેલો ગામ જવાનો કાર્યક્રમ રદ્દ થઈ જશે તો પરિવારના સદસ્યો નિરાશ થઈ જશે. એવું વિચારીને તેમણે સ્ટેશન પર બીજી ટ્રેનની રાહ જોવાનું નક્કી કર્યું. તે સમયે અત્યારની જેમ ટ્રેનની ફ્રિકવન્સી હતી નહીં એમાં પણ ગુજરાત ભણી જતી બધી ટ્રેનો તમામ સ્ટેશન પર ઉભી રહેતી પણ ન હતી. સાંજ થઈ ગઈ હતી. ત્યાં ગુજરાતની ટ્રેનનું એનાઉન્સમેન્ટ થયું. જ્યંતભાઈ અને