વેધ ભરમ - 47

(220)
  • 9.3k
  • 6
  • 4.8k

વિકાસને હજુ તે માણસ પર વિશ્વાસ નહોતો આવતો. આમપણ જે માણસને હજુ સુધી તેણે જોયો જ નહોતો તેના પર વિશ્વાસ કઇ રીતે થઇ શકે. “તમે જેટલા કહેશો તેટલા પૈસા મળશે પણ મારે એ જાણવુ છે કે મારુ અપહરણ કોણે કરાવ્યુ હતુ. અને આ માટેના તમારી પાસે પ્રુફ હોવા જોઇએ.” વિકાસે કહ્યું. “હા તમને પ્રુફ મળી જશે. પણ પૈસા મને કેસમાં મળવા જોઇએ.” સામેથી કહેવાયુ. “હા, મને મંજૂર છે બોલો કેટલા પૈસા જોઇએ અને ક્યાં મળવુ છે?” વિકાસે તરત જ કહ્યું. આ સાંભળી સામેવાળો માણસ હસવા લાગ્યો અને પછી બોલ્યો “જુઓ મિ. વિકાસ તમે કોઇ ચાલાકી કરવાનુ વિચારતા હોય તો ભુલી