પાસે હોવા છતાં સાથે નથી દુર હોવાં છતા આઘે નથી ક્ષિતિજ જેવો સબંધ છે આપણો અંતર હોવાં છતાં વચ્ચે અંતર નથી. હૈચામાં ગુપ્ત ખજાનો લાગણીઓનો છુપાવીને રાખો છો તમે હોઠનાં દરવાજા વાખી ચાવીઓ આંખોની કાં રેઢી મુકો છો તમે શબ્દ પોતે જ અધુરો શબ્દ છે કેમ કરી પુર્ણ કરે લાગણીઓને. કાર્ડીયૉગ્રામ ક્યાંથી બતાવે હલચલ લાગણીઓની, અફસોસ તમે જ ડૉક્ટર હતાં મારા રોગના છતાં લક્ષણ ના પારખી શક્યા પોસ્ટમેન બનીને આંખો તમારી સંદેશો આપતી હતી ને અમે અભણ એ ભાષાને વાંચી ન શક્યા. તારી લાગણીઓની અસ્પષ્ટતાઓ વચ્ચે અટવાવું ગમે છે મને, એ