ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણાં દેશનાં મહાનુભાવો વિશેની ચર્ચા આગળ વધારતા આજે જોઈશું હિંદુ તેમજ મુસ્લિમ અને સૂફી ધર્મનાં સાહિત્યમાં જેમનો પ્રભાવ છે એવા સંત કબીર વિશે. એમનો સમયગાળો 1440 થી 1518નો ગણાય છે. લોકવાયકા પ્રમાણે એમનો જન્મ એક વિધવા બ્રાહ્મણ સ્ત્રીને ત્યાં કાશીમાં થયો હતો. પરંતુ તેમની માતાએ તેમને ત્યજી દીધા હતા. એમનો જન્મદિવસ ગણાય છે વિક્રમ સંવત 1297નાં જેઠ માસની પૂનમ. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે કબીરનો જન્મ ઈ. સ. 1398માં થયો હતો અને મૃત્યુ ઈ. સ. 1518માં. આમ, સંત કબીર 120 વર્ષ જીવ્યા હતા. કાશીના લહરતારા પાસે ત્યજી દેવાયેલ બાળક ત્યાંના એક મુસ્લિમ વણકર દંપતિ નીરૂ અને