અમે બધાં ભેગાં મળીને નક્કી કર્યું કે આ કામ અમે કરશું, અમે તે જયેન્દ્ર ધર્માને વધારે કોઈની જિંદગી નહી બગાડવા દઈએ. હવે આગળ,,આજે બે મહિના થઈ ગયા. અમે બધાં અદાલત માં બેઠા હતા. હું ઢીંગલીને લઈ સૌથી પાછળ બેઠી હતી. મારી ડાબી બાજુમાં અબ્દુલ, મયંક, પેરી અને જમણી બાજુ નાઝિયા, આશિષ અને શિવાય બેઠો હતો. પ્રયાગ હજી આવ્યો ન હતો. અબ્દુલને કોઈ ઓળખી ન જાય એટલે સરદારજી જેવી પાઘડી, મોટી દાઢી- મુછ અને ચશ્માં પહેર્યા હતા. પેલાં એન્જિનિયર વિદ્યાર્થીઓ વર્સીસ તે જે પ્રાઇવેટ કોલેજ માં ભણી રહ્યા છે તેમના ઓનર જયેન્દ્ર ધર્માનો કેસ નંબર બોલાયો એટલે બંને પક્ષના વકીલો ઉભા થઈ