(ગતાંકથી ચાલુ.ઓજસ લખે છે)શોખ....મને શોખ મારી આસપાસ રંગ અને સુગંધ વાવવાનો,હા..... બાગકામ.. મારો શોખ કહો તો શોખ અને ગમતું કામ કહો તો એ....નાનપણથી મારી સાથે મોટા થતાં છોડવા અને ફૂલોને જોઈ હરખાઈ જતી....એક અલગ પ્રકારનો રોમાંચ થતો...પ્રકૃતિ જાણે મને ખુશ કરવા જ તત્પર બનતી.મમ્મીનાં વાળમાં રોજ નાખેલું મોગરાનું ફૂલનું સ્મરણ હજીયે મારા હ્રદયને પુલકિત કરી દે છે. જેમ જેમ મોટી થતી ગઈ તેમ શોખ મારા જીવન અસ્તિત્વ નો ભાગ બનતો ગયો. મને હંમેશા વિચાર આવતા કે મારા શોખમાં આગળ વધુ પણ તેને વધારવા માટેના સંજોગો કદાચ અનુકૂળ ન હતા. લગ્ન પછી મોટા બગીચાની મહેચ્છા નાના