જિંદગી આખી લડાઈઓ લડતા રહેલા સમ્રાટ સિકંદરને લડાઈઓના માનસિક તનાવનો પણ ઘણો સામનો કરવાનો આવ્યો હશે એ સ્વાભાવિક છે. સિકંદરનો પ્રશ્ન માત્ર લડાઈ લડવા પૂરતો કે નવા નવા પ્રદેશો જીતવા પૂરતો જ સીમિત નહોતો. પોતાના વિસ્તરતા જતા રાજ્યમાં વ્યવસ્થાતંત્ર ગોઠવવા ઉપરાંત લોકોની સુખાકારીની પણ એણે ચિંતા કરવાની હતી. પોતાના વહીવટકર્તાઓ અને કર્મચારીઓ સૂચનાઓનું બરાબર પાલન કરે છે કે નહિ એય જોવાનું હતું. લશ્કરની અને વહીવટીતંત્રની જરૂરિયાતોનો પણ ખ્યાલ રાખવાનો હતો. આ પ્રક્રિયામાં કેટલાક પેચીદા અને ઘડીભર મૂંઝવી નાખે એવા પ્રશ્નો પણ સામે આવતા. સિકંદરે આવા દરેક પ્રશ્નનું પૃથક્કરણ કરીને એનો હલ શોધવાનો હતો. દેખીતી રીતે જ આવા