અનંત સફરનાં સાથી - 18

(36)
  • 3.6k
  • 1
  • 1.7k

૧૮.જુદાઈની પળો શિવાંશ અને રાહી એકબીજાની બાહોમાં ખોવાઈને ઉભાં હતાં. ત્યારે જ રાધિકા, શ્યામ, તન્વી અને શુભમ તે બંનેની પાસે આવ્યાં. ચારેયના ચહેરાં પર શિવાંશ અને રાહીનાં મિલનની ખુશી નજર આવી રહી હતી. "હવે ઘરે જઈએ?? આન્ટીને કંઈ કહીને નથી આવ્યાં. તો એ પરેશાન થતાં હશે." અચાનક જ રાધિકાએ કહ્યું. તો શિવાંશ અને રાહી એક ખચકાટ અનુભવતાં દૂર થયાં. શિવાંશ અને રાહીનાં ચહેરાનો ઉડેલો રંગ જોઈને રાધિકા, શ્યામ, તન્વી અને શુભમ હસવા લાગ્યાં. "આમ દાંત બતાવવાનું બંધ કર. તારો સમય આવશે ત્યારે તને પણ જોઈ લઈશ." રાહીએ રાધિકાનાં ખંભે ટપલી મારતાં કહ્યું. "હું તો એ જ ક્ષણની રાહ જોઈ રહી