અનંત સફરનાં સાથી - 16

(23)
  • 4k
  • 1.9k

૧૬.વિજેતા સવારે નવ વાગ્યે બધાં હોલમાં બેઠાં હતાં. માત્ર રાહી જ દેખાતી ન હતી. રાત્રે મોડી ઉંઘ આવવાથી એ હજું પણ સૂતી હતી. શિવાંશની નજર સીડીઓ પર જ મંડાયેલી હતી. તન્વી અને રાધિકા શિવાંશની એવી હાલત જોઈને મનોમન ખુશ થઈ રહી હતી. "હવે દીદુને જગાડું. આપણે કોમ્પિટિશનમાં ક્યારે પહોંચવાનું છે. એ પણ આપણને ખબર નથી." રાધિકાએ અચાનક જ ઉભાં થતાં કહ્યું. "થોડીવાર સૂવા દે ને. આમ પણ આજે તેને બહું કામ કરવાનું થાશે. મોડાં સુધી જાગવાનું પણ થાશે." દામિનીબેને રાધિકાને રોકતાં કહ્યું. ત્યાં જ સીડીઓ ઉતરી રહેલી રાહી પર શ્યામની નજર પડી. "લ્યો, રાહી દીદી પણ આવી ગયાં. હવે તેમને