સુંદરી - પ્રકરણ ૯૪

(140)
  • 5.9k
  • 6
  • 2.6k

ચોરાણું “ઘરે.” સુંદરીએ મક્કમતાથી કહ્યું. “ઘરે તો છું.” શ્યામલે જવાબ આપ્યો. “આ નહીં. આપણે ઘરે.” સુંદરીએ શ્યામલનો હાથ પકડ્યો. “ગાંડી થઇ ગઈ છે કે તું સુના? હું અને પપ્પા એક છત નીચે ભેગા ક્યારેય નહીં રહી શકીએ.” શ્યામલે સુંદરીનો હાથ ઝાટકીને છોડાવ્યો અને બારી પાસે જઈને ઉભો રહ્યો અને બારીની બહાર જોવા લાગ્યો. “હવે બધું સરખું થવાનો, સરખું કરવાનો સમય આવ્યો છે ભાઈ. પપ્પા સાવ બદલાઈ ગયા છે એમ તો હું નહીં કહી શકું, પણ અત્યારે એ ખૂબ ખુશ રહે છે. એમને એક સેલિબ્રિટી જમાઈ મળવાનો છે એમ વિચારીને એ બસ આનંદમાં જ રહેતા હોય છે. જ્યારથી મેં એમને