આગે ભી જાને ના તુ - 29

  • 2.9k
  • 1k

પ્રકરણ - ૨૯/ઓગણત્રીસ ગતાંકમાં વાંચ્યું.... ખીમજી પટેલને ચોરીના આરોપરૂપે સજા મળે છે. જમના લગ્ન પછી પહેલીવાર પિયર આવે છે ત્યારે લાજુબાઈનું નિધન થાય છે અને અધૂરામાં પૂરું એવી ઘટના બને છે જેનાથી દરેકના જીવનમાં ઉઠલપાથલ મચી જાય છે.... હવે આગળ.... જમનાના લગ્નને એકાદ મહિનો વીત્યો હશે ત્યાં જમના લગ્ન પછી ફેરો વાળવા કાંતિ સાથે વડોદરા આવી હતી. બે દિવસ રોકાઈને કાંતિ તો પાછો જામનગર જતો રહ્યો હતો. સુખી લગ્નજીવનની અનેરી ચમક જમનાના રતુમડા ગાલોને ચમકાવી રહી હતી. જમનાના આવ્યા બાદ પારેખ નિવાસમાં ચહેલપહેલ અને રોનક વધી ગઈ હતી. લાજુબાઈના ચહેરા પર પોતાને સર્વ સુખ મળ્યાની સંતોષની ઝલક સાફ છલકાઈ રહી