પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 1

  • 4.6k
  • 1.9k

રોહન..... એ રોહન.... હવે ઉઠ ઉઠ તેની મમ્મીએ કહ્યું સવાર પડતી નથી કે બખાળા ચાલુ થઈ જાય છે. રોહનને કહ્યું. બેટા પહેલાં નાઈ લે પછી જલદી નાસ્તો કરી લે તારે કોલેજ જવામાં મોડું થાશે.લે તારો ગધેડા જેવો ભાઈબંધ આવી ગયો.( રોહનની મમ્મી મનમાં પોતને જ કહે છે ) ચિંટુ કેમ છે મજામાં ને રોહન ની મમ્મીએ પૂછ્યું..... અમારે ક્યા દુખ હોય છે. કોલેજમાં ફરવાનું અને કેન્ટિનમાં બેસીને નાસ્તો કરવાનો ( ચિંટુ મનમાં જ બોલ્યો )