મને એમ લાગ્યું કે હું આરતીથી બચી ગઈ. પણ મારી ધારણ ખોટી હતી. આરતીએ મને પાછળથી અવાજ આપ્યો. હું તેના શબ્દ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેનું કહેવું સારું હતું. અમે જ્યાં રહેતા હતા ત્યાં બધા હિન્દૂ રહેતા હતા. આજ સુધી કોઈ પણ બુર્ખા વાળી સ્ત્રીને અમે ક્યારેય અમારા વિસ્તારમાં જોઈ ન હતી. અમારા વિસ્તારમાં કોઈ મુસ્લિમ ઘર પણ ન હતું. આથી આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિ અહીં કોઈ બુર્ખા વાળી સ્ત્રીને જોવે એટલે મનમાં સવાલો ઉભા થયા તે સ્વાભાવિક હતું. એમા આરતી પણ બાકાત ન હતી. આરતીના અવાજથી હું ઉભી રહી