પરાગિની ૨.૦ - ૩૨ પરાગ ખરેખરમાં અટવાય ગયો હોય છે.. જે સમયે તેને રિનીની જરૂર હોય છે તે સમયે જ રિની તેની સાથે લડીને તેની ઘરે જતી રહી હોય છે. રિની પરાગને સમજવાની કોશિશ પણ નથી કરતી... પરાગ તેને હંમેશા ખરાબ માણસોથી દૂર રાખવા માંગતો હોય છે અને અત્યારનાં સમયે પણ પરાગ તે જ કરી રહ્યો છે પરંતુ રિની તે વાત સમજતી નથી..! પરાગને હતું કે સવાર સુધીમાં રિની તેનો ગુસ્સો ઉતારીને તરત ફોન કરશે પરંતુ એવું ના થયુ..! આટલા વર્ષો બાદ પરાગને તેની મમ્મી જોવા મળે છે પરંતુ રિનીની એક ભૂલને કારણે તે પણ દૂર થઈ જાય છે.. રિની