અંગત ડાયરી - અસ્તિત્વ

  • 5.7k
  • 1
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : અસ્તિત્વ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૧, નવેમ્બર ૨૦૨૦, રવિવાર જિંદગીની સેવનસીટરમાં જયારે આપણે બાળ સ્વરૂપે ચઢ્યા ત્યારે ડ્રાઈવિંગ સીટ પર દાદા-દાદીની પેઢી, વચલી સીટ પર મમ્મી-પપ્પાની પેઢી અને પાછલી સીટ પર આપણે અને આપણાં ભાઈ-બહેનની પેઢી બેઠી હતી. જિંદગી જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ સીટો ખાલી થતી ગઈ અને નવી ભરાતી ગઈ. જીવનના દરેક દસકે અનેક નવા લોકો આપણા સંપર્કમાં આવે છે અને અનેક જૂના લોકો વિદાય લઈ લે છે. કોણ જાણે કેટલા લોકોની હસ્તરેખામાં આપણું નામ લખાયેલું હશે! એક સ્વજન તરીકે, મિત્ર તરીકે, શિષ્ય કે ગુરુ તરીકે અથવા તો શત્રુ