મિથુન હવે આઝાદ છે. મિથુન કેદની બહાર છે. મૌર્વિનો વિશ્વાસ કાયમ છે. મૈથિલી પાસે આશા છે. તે જે ઈચ્છે, તે કદાચ કાયમ થશે. પણ પૃથ્વીના બીજા ખૂણે ક્યાંક આ કહાણીના બીજા અંશો ફસાયેલા છે. આમાંથી એક અંશ છે મંથનાનું. સામે દરવાજો છે. દરવાજા પર તાળું છે. તાળું ખૂલતું નથી. પાછળ વિદ્યુત ઊભો છે. ‘મંથના.. એ લોકો આવતાજ હશે,’ પણ વિદ્યુત હું ટ્રાય કરું છું, દરવાજો નથી ખૂલતો. ‘મંથના.. પ્લીઝ, પ્લીઝ જલ્દી દરવાજો ખોલ.’ દરવાજો લીલા રંગનો છે, કાટ ખવાય ગયો છે. પણ લોક નવું છે. લોક નથી ખૂલતું. ચાવી ચાર વાર લાગી જોઈ. લોક નાથી ખૂલતું. ‘મંથના! સાંભળ, એ લોકો