ભજિયાવાળી - 11

(38)
  • 7.1k
  • 2
  • 2.9k

પ્રવાહ હું, ગ્રીષ્મા અને રામ ઘર તરફ જતા હતા. ગ્રીષ્મા મૌન હતી અને ત્રાંસી નજરે મને વારંવાર જોતી હતી. 'હવે હાથમાં સારું છે ?' એ ધીમા અવાજે બોલી. ગ્રીષ્માના શબ્દો પરથી લાગ્યું કે તેના મનમાં હજી અપરાધભાવ છે. મેં કહ્યું, 'હવે તો એકદમ સારું છે અને આ પાટો પણ થોડા દિવસમાં નીકળી જશે !' એણે હમ્મ કહ્યું. અમે ત્રણેય સ્કૂલની સામે પહોંચ્યા અને ગ્રીષ્માએ એકવાર સ્કૂલની સામે જોયું. હું ધીમે ધીમે ચાલતો હતો તોય અમે ગ્રીષ્માની દુકાન પાસે પહોંચી ગયા. હું અને રામ દુકાનની સામે ઊભા હતા ત્યારે ગ્રીષ્માના મમ્મી આવ્યા અને કહ્યું, 'ગૌરવ, રામ આવો ને..'