(યશ્વીએ લખેલું નાટક 'પડયું પાનું' ની પ્રેઝન્ટેશન પૂરી થાય છે. હવે આગળ... ) 'પડયું પાનું' નાટક પણ સકસેસફૂલ અને હાઉસફૂલ જવા લાગ્યું. આ નાટક તો મહિલા મંડળ, ગ્રુપમાં ખાસ્સું ફેવરિટ થયું અને દરેક તે પ્લે કરવા માટે ઈન્વાઈટ કરતાં હતા. યશ્વીએ સૌથી પહેલાં રચેલું નાટક 'ભારતમાતાની વ્યથા' જેમાં ફકત દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૃણ હત્યા અને બાળ મજૂરી પર જે કેન્દ્રિત હતું. તેમાં આ વખતે આ પોઈંટ ના સંવાદોમાં સુધારાની સાથે ખેડૂતોની તકલીફ, મોલ કલ્ચરમાં વેપારીઓ નું મોત અને મોઘવારીમાં મધ્યમ વર્ગની હાલાકી જેવા પોઈંટ રજૂ કર્યા. એના પર રાજકારણીઓ મત મેળવવા માટે કરાતાં વાયદાની પરિસ્થિતિ જેવા પણ રજૂ કરીને 'ભારત