અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 6

  • 4.2k
  • 2k

ભાગ - 6 આગળના ભાગમાં આપણે જોયું કે, કરણ પૂજાને પેલા બદમાશ લોકોના હાથમાંથી બચાવીને પૂજાને પોતાના બાઈક પર છેક તેના ઘર સુધી મૂકીને નીકળી ગયો છે. આજે કરણને લીધે પૂજાના માથેથી, એક બહુ મોટી ઘાત ટળી ગઈ છે. પરંતુ પૂજાને એ ખબર નથી કે, આવનારા દિવસોમાં એના ઉપર તકલીફોનો પહાડ તુટી પડવાનો છે. અને થાય છે પણ એવું જ, આ ઘટનાના થોડા દિવસો બાદ એક દિવસ કોઈ કારણસર ઇશ્વરભાઈ પોતે, રજા ઉપર હોય છે,તેથી ઈશ્વરભાઈના શેઠ જાતે પોતાની ગાડી ડ્રાઈવ કરી,કંપની પરથી ઘરે જવા નીકળે છે, અને રસ્તામાં એમની ગાડીને એક ટ્રક સાથે અકસ્માત થાય છે. અકસ્માત બહુ મોટો અને ગંભીર છે, એટલે તેમને ફટાફટ હોસ્પિટલ લઈ