બસ્સો ગ્રામ ચીઝ રીના આજે તેની દીકરી કવિતા માટે ભાવતી વાનગી બનાવી રહી છે ખાસ કવિતા ની ફરમાઈશ પર. રસોઈ માં વ્યસ્ત રીના ને અચાનક યાદ આવ્યું કે ચીઝ તો લાવવાનું જ રહી ગયું. હા કવિતા ને પીઝા ખૂબ ભાવે એટલે રીના એના માટે ખાસ ઘરે પીઝા બનાવી રહી હતી, ખાલી પીઝા નું સ્પેશિયલ ચીઝ બહાર થી લાવવાનું હતું. ઘરે બીજું કોઈ હાજર ન હતુ એટલે ચીઝ કેમ લાવવું તેજ વિચારી રહી હતી ત્યાંજ કવિતા રમી ને ઘરે આવી ગઈ. રીના ને થયું ડેરી નજીક જ છે અને દુકાનદાર પણ ઓળખે જ છે તો કવિતા ને મોકલી ને