નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 11

  • 3.1k
  • 1.3k

મિત્રો, આગળના સોપાનમાં આપણે જોયું હતું કે હર્ષ પોતાની કારકિર્દી પરત્વે ગંભીર બની ગયો છે. તે હવે હરિતાને પોતાની પ્રેયસીના રૂપમાં નિહાળતો થયો છે. તે હરિતાની કારકિર્દી પરત્વે પણ ઘણો ગંભીર છે. તે પોતે માને છે કે પ્યાર તો જીવનની સરગમ છે. એને તો પછી પણ માણી શકાય પણ એકમેકના સહારે આ કારકિર્દી ઘડાય તો પ્રેમની ગાંઠ વધારે મજબૂત બને.પ્રેમમાં એકબીજાનું સાનિધ્ય અને સમજણભર્યું સમર્પણ હોય તો પહાડ જેવી મુસીબત પણ પળમાં ઝૂકી જાય. હરિતા પણ આ બાબતે તેના ચંચળ સ્વભાવને કારણે થોડી ડરે છે. તેને હર્ષની વાતો અને કાર્યશૈલીમાં પૂર્ણ વિશ્વાસ છે. તે જે ધારે છે તે કરવા માટે