શાન-રાકેશ ઠક્કર 'શોલે' (૧૯૭૫) ની સફળતા પછી નિર્દેશક રમેશ સિપ્પી એક શાનદાર ફિલ્મ 'શાન' બનાવવા જઇ રહ્યા હતા. મોટી સ્ટારકાસ્ટવાળી આ ફિલ્મની એક હીરોઇનને પસંદ કરવાનું કામ તેમના માટે સરળ રહ્યું ન હતું. રમેશ સિપ્પીએ 'શોલે' પછી ફરી સલીમ-જાવેદની સાથે 'શાન' બનાવવાનું આયોજન કર્યું ત્યારે લોકોની અપેક્ષા વધારે હતી. 'શાન'(૧૯૮૦) ની વાર્તામાં પણ મોટા સ્ટાર્સની જરૂર હતી. સ્ટારકાસ્ટને શાનદાર બનાવવામાં જ તેમને ઘણો સમય લાગી ગયો. એ કારણે ફિલ્મને તૈયાર થતાં ત્રણ વર્ષ લાગી ગયા હતા. ફિલ્મને લોન્ચ કરવામાં આવી ત્યારે અલગ કલાકારો હતા. એમાં ફેરફાર શરૂ થયો ધર્મેન્દ્રથી. એમ કહેવાય છે કે રમેશજી સાથે તેને કોઇ બાબતે વાંધો પડ્યો