છેતરામણી ગોમતી એનાં નાના બાળકને દવાખાને લઇ જવાનું હતું પરંતુ પૂરતા રૂપિયા ના હોવાને લીધે એ ટાળતી હતી, એ કોઈ બાધામ આખડી રાખી સાજુ થઇ જશે એવી આશાએ રોજ કામે આવતી, પણ કામ કરવામાં એનું ચિત્ત ચોંટતું નહિ, ઘડી વાર તો એ એના બાળકનાં વિચારોમાં એવી મગ્ન થઇ જતી કે સામે કોઈ બોલાવે તો પણ જવાબમાં એના બાળકનું નામ જ બોલી ઉઠતી. ગોમતી ગરીબ હતી, પેટીયુ રળવા લોકોના ઘરે ઘરકામ કરીને જીવન વિતાવતી, ઘણી વાર કોઈના ત્યાં વધનું કામ કરીને થોડા રૂપિયા બચાવી લેતી તો બાળક બીમાર હોય કે એને કઈ લઇ એવું હોય તો એમાંથી એ પૂરું