ડેથ v s લાઇફ: પૃથ્વીની અંતિમ ક્ષણો

  • 3.1k
  • 1.1k

2030 યુ.કે. આ....આ....આ..... બાજુના ખેતરમાં જેક બૂમાબૂમ કરી રહ્યો હતો. તેની આ બૂમાબૂમ તેના પાડોશીઓએ સાંભળી અને બધા તરત જ ભેગા થઈ ગયા. બધાના મોં પર એક અજીબ આશ્ચર્ય હતું... અને ડર પણ.... આવું પહેલી વાર નહોતું થયું. લગભગ છેલ્લા એક અઠવાડિયાથી આવી બૂમાબૂમ કોઈને કોઈના ખેતરમાંથી સંભળાઈ રહી હતી. વાત જાણે એમ હતી કે રાત્રે ખેતર એક સામાન્ય સ્થિતિમાં હોઈ અને સવાર પડતાં જ તેમાં વિચિત્ર, વિશાળ અને માણસે રચેલા ના હોઈ તેવા વિશિષ્ટ ચિન્હો જોવા મળતાં. અગાઉ 1975 થી આવું થતું પણ તે અત્યાર સુધી માં આંગળીના વેઢે ગણી શકાય તેટલી વાર જ થયું હતું અને હાલ