બાવાસર અંદર ભણાવવા લાગ્યા અને અંહિ અમે અમારી રંગમહેફીલમાં જામ્યા. ક્યારનોય હું તેની સાથે વાતો કરતો હતો પરંતું જ્યારે વાત કરતા કરતા તે ઊભી થઈ ત્યારે જ મને ખબર પડી કે તે શાળાના ગણવેશમાં પણ એક પરીથી કમ લાગતી ન હતી. બેલનો અવાજ સંભળાયોને લૅક્ચર પુરૂ થતા જ બધા બહાર આવી ગયા. આ સાથે જ અમારો આ સુંદર અને ક્યારેય ન ભુલાય તેવો વાર્તાલાપ સમાપ્ત થયો. બપોરની રીશેષનો સમય હતો, ગામની શાળાના મધ્યાહ્ન ભોજનમા અમે બેઠા હતાં. આજે પીરસવાનો વારો મારો અને અંકિતનો હતો. હું એક પછી એક એમ બધા બાળકોને પીરસતો તેની નજીક